VIDEO: મોરાદાબાદમાં ભારે વરસાદ: કાશીપુર રામનગર રોડ પર જલભરાવના દ્રશ્યો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં પડેલા અવિરત વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબોળ બન્યું છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને કાશીપુર રામનગર રોડ પરથી સામે આવેલા દ્રશ્યોમાં મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વ્યસ્ત હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને અનેક નાના વાહનો પાણીમાં બંધ પડી જતાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક બજારો અને આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન થયું છે. પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્યારે પાલિકા તંત્ર દ્વારા પંપિંગ મશીનોની મદદથી પાણીના નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

