VIDEO: ચેન્નાઈમાં ભારે વરસાદનું આગમન
સોર્સ : GSTV
તમિલનાડુની રાજધાની ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા અસહ્ય ઉકળાટ બાદ અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનથી સમગ્ર વિસ્તાર અને આસપાસના નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે જેના લીધે વાહનવ્યવહાર ખૂબ જ ધીમો પડી ગયો છે. નોકરીયાતો અને વાહનચાલકો પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

