VIDEO: ધર્મશાલામાં મુસળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું
સોર્સ : gstv
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુસળધાર વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને દૈનિક અવરજવર પર માઠી અસર પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓને પગલે સ્થાનિક પ્રશાસને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે દૈનિક મુસાફરો, સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્રે સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને બિનજરૂરી પ્રવાસ ટાળવા તેમજ નદી-નાળા અને જોખમી પહાડી વિસ્તારોથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

