VIDEO: યુપી રાજ્યસભા ચૂંટણીમાં ગરમાવો, અખિલેશના દાવાથી ભાજપમાં ખળભળાટ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને સપાના ત્રીજા ઉમેદવારને મદદ કરી શકે છે. જોકે, તેમણે કહ્યું કે સંપર્કમાં રહેલા તમામ ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરવું શક્ય નથી. અખિલેશ યાદવે 2024ની રાજ્યસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને ભાજપ પર ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો આક્ષેપ પણ કર્યો છે. 2024માં ભાજપના આઠ ઉમેદવારો જીત્યા હતા, જ્યારે સપાના બે ઉમેદવાર ચૂંટાયા હતા અને ત્રીજા ઉમેદવાર આલોક રંજનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.

