VIDEO: હાપુડ: ગંગા એક્સપ્રેસવે પર થાર પલટી જતાં ચારના મોત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પુરઝડપે જઈ રહેલી મહિન્દ્રા થાર કાર અચાનક નિયંત્રણ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ગોઝારા અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ઓવરસ્પીડિંગના કારણે કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ છતી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાનૂની તપાસ શરૂ કરી દીધી છે.

