VIDEO: જ્ઞાનેશકુમાર રાજીમાનુ આપે, પીએ-અમિત શાહની તપાસ થાય: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક, પંચની કાર્યપ્રણાલી, નિર્ણયો અને મતદાર યાદી સુધારણામાં કરવામાં આવેલી કથિત અનિયમિતતાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં મતાધિકારને નષ્ટ કરીને કાયદા અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે, જે દરેક ભારતીય નાગરિકની લોકતાંત્રિક અભિવ્યક્તિ અને બંધારણીય માળખા પર સીધો હુમલો છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે પીએ મોદી અને અમિત શાહની તપાસની પણ માગ કરી. રાહુલ ગાંધીએ વોટચોરીને દેશદ્રોહ સમાન કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, દેશમાં પ્રથમ વોટની ચોરી થાય છે, વોટ ચોરીમાંથી કાયદાની ચોરી થાય છે અને કાયદાની ચોરી થવાથી આખી સંસ્થાઓની ચોરી થાય છે, આ ચેઈન હવે સમગ્ર દેશમાં વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

