ગુજરાત ભાજપના સી.આર. પાટીલ મરાઠી પ્રમુખ છતાં મુંબઈમાં ગુજરાતી ધારાસભ્યને અન્યાય!

દેશના મહારાષ્ટ્રમાં મુંબઈમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાયું છે. MNSના કાર્યકરો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે કે, મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડશે. હવે તો વાત આગળ વધી ગઈ છે. ઓફિસ, શોરૂમના બોર્ડ પણ મરાઠી ભાષામાં હોલા જોઈએ તેવો ખોટો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે કચ્છના રાપરના ધારાસભ્ય પણ મનસેની દાદાગીરીનો શિકાર બન્યાં છે.
ગુજરાતી ભાષા નહીં મરાઠી ભાષામાં જ બોર્ડ લખવું પડશે
મુંઈમાં ઘણાં કચ્છી ગુજરાતીઓ વર્ષોથી રહે છે, કચ્છીમાંડુઓને મદદ કરવા અને તેમનો સતત સંપર્ક જળવાઈ રહે તે હેતુસર રાપરના ધારાસભ્યએ વિરેન્દ્રસિંહ જાડેજાએ ઘણાં સમયથી મુંબઈમાં ઓફિસ શરૂ કરી છે.
મનસેની દાદાગીરીનો શિકાર બન્યાં
એકાદ બે દિવસ પહેલાં જ મનેસાના કાર્યકરો ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસે પહોંચ્યા હતાં, જ્યાં ઓફિસ સંચાલન કરતાં ગુજરાતી યુવકને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું હતું કે માત્ર 24 કલાકમાં જ ધારાસભ્યની ઓફિસનું બોર્ડ બદલી નાખો, ગુજરાતી ભાષા નહીં મરાઠી ભાષામાં જ બોર્ડ લખવું પડશે.
ગુજરાતી ભૂંસી ઓફિસ બોર્ડ મરાઠી ભાષામાં લખવું પડ્યું
મનસેના ભાષા વિવાદને લઈને ભાજપના ધારાસભ્યનું કહેવું હતુંકે, માત્ર કચ્છી માંડુઓ જ નહીં, ઘણાં ગુજરાતીઓ એવા છે જેમને મરાઠી ભાષા આવડતી નથી. હવે ઓફિસનું બોર્ડ મરાઠી ભાષામાં હોય તે કેટલાં અંશે યોગ્ય છે. ભાષા આવડતી જ હોય તો બોર્ડ વાંચશે કોણ? કોઈપણ રાજ્યમાં આવું ન હોઈ શકે. જોકે, મનસેની દાદાગીરીને પગલે કચ્છના ધારાસભ્યની ઓફિસનું બોર્ડ બદલી દેવામાં આવ્યું છે.

