VIDEO: ઓગસ્ટ ૨૦૨૬માં જીએસટી આવક ૧૪.૮ ટકા વધીને ૧.૯૯ લાખ કરોડ રૂપિયા થઈ
સોર્સ : gstv
દેશમાં ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કુલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આવક વાર્ષિક ધોરણે ૧૪.૮ ટકા વધીને ૧ લાખ ૯૯ હજાર ૮૫૩ કરોડ રૂપિયા થઈ છે, જોકે જુલાઈના ૨ લાખ 11 હજાર કરોડની સરખામણીએ તેમાં થોડો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક વ્યવહારોમાંથી આવક ૯.૩ ટકા વધીને ૧ લાખ 37 હજાર કરોડથી વધુ થઈ છે, જ્યારે આયાતમાંથી આવક 29 ટકા વધીને ૬૨ હજાર ૬૦૪ કરોડ રૂપિયા પર પહોંચી છે. ઈવાઈ ઈન્ડિયાના નિષ્ણાત સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ અને અન્ય રાજ્યોમાં પણ વસૂલાત વધવી તે વ્યાપક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, અને આગામી તહેવારોની મોસમને કારણે આવકમાં વધુ ઉછાળો આવશે તેવી અપેક્ષા છે.

