VIDEO: એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ ઈશિકાનું ભવ્ય સ્વાગત, ભિવાનીમાં રોડ શો
સોર્સ : gstv
ભિવાની પહોંચેલી એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ ઈશિકા સાંભરવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શહેરમાં રોડ શો યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઈશિકાએ કહ્યું કે આટલા બધા લોકોને પોતાની ખુશીમાં સામેલ થતા જોઈને તેને ખૂબ આનંદ થયો છે. ચીન સામેની ફાઇનલને યાદ કરતાં ઈશિકાએ કહ્યું કે ચીનની ટીમ ઉચ્ચ રેન્કિંગ ધરાવતી હોવા છતાં ભારતીય ટીમને તેને હરાવવાનો વિશ્વાસ હતો અને એ જ વિશ્વાસ સાથે ટીમે એકજૂથ થઈને શાનદાર જીત મેળવી. ઈશિકાની માતાએ પણ દીકરીની સફળતા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે પરિવારને બાળકો પાસેથી મહેનતની હંમેશા આશા રહે છે. તેમણે ઈશિકાના શિક્ષણ અને કોચના સહયોગની પણ પ્રશંસા કરી.

