Video: અયોધ્યામાં મા દુર્ગાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અયોધ્યામાં મા દુર્ગાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. હાથી, ઘોડા અને ઊંટ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સદીઓ જૂની પરંપરા મુજબ યોજાયેલી આ શોભાયાત્રામાં ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી ઊઠ્યા હતા. પરંપરાગત ઉત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મા દુર્ગાના દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ભવ્ય શોભાયાત્રાએ અયોધ્યામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.





