Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Grand preparations for Rath Yatra begin in Puri amid rains

VIDEO: પુરીમાં વરસાદ વચ્ચે રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓડિશાના પુરીમાં આવતીકાલે યોજાનારી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા ૨૦૨૬ માટેની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. પુરીમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આજે પરંપરાગત વિધિ અનુસાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ત્રણેય ભવ્ય રથોને નિર્માણ સ્થળ પરથી ખેંચીને શ્રી જગન્નાથ મંદિરના સિંહદ્વાર સામે લાવીને ગોઠવી દેવામાં આવ્યા છે. ધોધમાર વરસાદમાં પલળતા લાખો શ્રદ્ધાળુઓ રથોના દર્શન કરવા ઉમટ્યા છે. મંદિરમાં રથારોહણ પૂર્વેની ધાર્મિક વિધિઓ ચાલી રહી છે. પ્રશાસન દ્વારા વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને સુરક્ષા, આરોગ્ય અને ટ્રાફિક માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

App Store