VIDEO: ખાંડના ભાવ વધતા સરકારનો ખુલાસો
સોર્સ : gstv
ખાંડના વધતા ભાવને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું છે કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સરકારના જણાવ્યા મુજબ 20 જુલાઈએ ખાંડનો ભાવ 48.18 રૂપિયા પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટે વધીને 55.70 રૂપિયા થયો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. ઓછું ઉત્પાદન, તહેવારો પહેલાં વધેલી માંગ, હવામાનથી શેરડીના પાકને નુકસાન અને વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો ભાવ વધારાના મુખ્ય કારણો છે. સરકાર સામાન્ય લોકોને ખાંડ સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને ભાવ સ્થિર રાખવા માટે અનેક પગલાં લઈ રહી છે.

