Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Government preparing for action on IndiGo! Ram Mohan Naidu clarifies, know what he said

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! રામ મોહન નાયડુએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! રામ મોહન નાયડુએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
સોર્સ : GSTV

ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે અત્યારે સુધી નોટિસ સિવાય કોઈ મોટી કાર્યવાહી કરી નથી. જોકે હવે મોટા પગલાં લેવાય તેવા સંકેત મળ્યા છે. 

App Store

ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં થશે ઘટાડો 

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે. જેથી પરિચાલન સારી રીતે થઈ શકે અને મુસાફરોની પરેશાની ઓછી થાય. વર્તમાનમાં ઈન્ડિગોની 2,200 દૈનિક ફ્લાઈટ છે. જે નિશ્ચિત રૂપે ઓછી કરવામાં આવશે. 

સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં 7 લાખ 30 હજાર ટિકિટ માટે 745 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ 9 હજારમાંથી 6 હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે. 

DGCAની નોટિસનો જવાબ

બીજી તરફ DGCAએ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે. 

શેર માર્કેટમાં 'ક્રેશ લેન્ડિંગ'

શેર માર્કેટમાં પણ ઈન્ડિગોને નુકસાન થઈ રહ્યું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર 17 ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યૂ 4.3 અબજ ડોલર ઘટી છે.