તુર્કિયે એ પાકિસ્તાનને સપોર્ટ કરતા ભારતીય કંપનીની સખ્તાઈ, GoHomestay એ ટર્કિશ એરલાઇન્સ સાથે ભાગીદારી તોડી

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે, ત્યારે ભારતીય ટ્રાવેલ બ્રાન્ડ GoHomestay એ ટર્કિશ એરલાઇન્સ સાથેની તેની ભાગીદારીનો અંત લાવવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે એરલાઇનના એવા દેશ સાથે સંબંધો છે જેણે ભારત પ્રત્યે "પ્રતિકૂળ" વલણ અપનાવ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતીય ટ્રાવેલ બ્રાન્ડ GoHomestay એ ટર્કિશ એરલાઇન્સ સાથેની તેની ભાગીદારીનો અંત લાવવાની જાહેરાત કરી છે. આ પગલું એક વ્યાપક સોશિયલ મીડિયા ઝુંબેશ વચ્ચે આવ્યું છે. ભારતીય પ્લેટફોર્મ્સને તુર્કિયે અને અઝરબૈજાન ટ્રાવેલ લિસ્ટ દૂર કરવા વિનંતી કરવામાં આવી છે. કારણ કે તેમની સરકારો પાકિસ્તાનને મજબૂત સમર્થન આપે છે.
GoHomestay X પર એક પોસ્ટમાં જાહેરાત કરી છે કે તેઓ ભાગીદારી પૂર્ણ કરે છે. કંપનીએ જાહેરાત કરતા કહ્યું કે, અમે સત્તાવાર રીતે ટર્કિશ એરલાઈન્સ સાથેની અમારી ભાગીદારી પૂર્ણ જાહેર કરી રહ્યા છીએ.
પહેલગામ હુમલા બાદ ભારતે ૭ મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર સચોટ લશ્કરી હુમલા બાદ તુર્કિયે જાહેરમાં પાકિસ્તાનને ટેકો આપ્યા હતો. જે પછી ભારતીય કંપનીએ આ નિર્ણય લીધો છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી.

