VIDEO: ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા પર વિપક્ષના આરોપો સામે ગોવા ભાજપના પ્રવક્તા યતીશ નાઇકનો પલટવાર
સોર્સ : gstv
ગોવાના ચીમ્બેલ ખાતે ભાજપના પ્રદેશ પ્રવક્તા અડવોકેટ યતીશ નાઇકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચ અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી, નિયમાનુસાર અને કાયદાકીય માળખા હેઠળ થઈ રહી છે. વિપક્ષો પોતાની હાર ભાળીને જનતામાં ભ્રમ ફેલાવવા માટે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે દેશનું ચૂંટણી પંચ દરેક નાગરિકના મતાધિકારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, તેથી વિપક્ષી નેતાઓએ પાયાવિહોણા આક્ષેપો કરીને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ.

