હિંદુઓના ગળા કાપવાથી મળશે આઝાદી, ભીખથી નહીં, આતંકી અબુ મૂસાનો વીડિયો વાયરલ
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ મુસા કાશ્મીરીએ POKમાં જાહેરમાં હિંદુઓના ગળા કાપવાની ધમકી આપતું નિવેદન આપ્યું છે. અબુ મુસાનો વીડિોય હાલ સામે આવ્યો છે પરંતુ આ ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી. વીડિયોમાં અબુ મુસા કહે છે કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જેહાદથી જ આવી શકે છે. ભીખ માગવાથી આઝાદી નહીં મળે પરંતુ હિંદુઓના ગળા કાપવાથી મળશે.જેહાદનો ઝંડો ઉઠાવવો પડશે. અબુ મુસા કાશ્મીરી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટનો સભ્ય છે.પહેલગામમાં એપ્રિલ 2025માં થયેલા આતંકવાદી હુમલા સાથે પણ તેનું નામ જોડાયેલું છે.
પાકિસ્તાની નેતાઓ ઇસ્લામી સિદ્ધાંતોથી ભટકી ગયાઃ મુસા
અબુ મુસાએ પોતાના ભાષણમાં પાકિસ્તાની નેતાઓ પર પણ ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પાકિસ્તાનના નેતાઓ ઇસ્લામિક સિદ્ધાંતોથી ભટકી ગયા છે અને જેહાદના માર્ગે ચાલી રહ્યા નથી. જે નેતા જેહાદ માટે પ્રતિબદ્ધ નથી, તેને પાકિસ્તાન પર શાસન કરવાનો કોઈ અધિકાર નથી. મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની એક બેઠકમાં પણ તે અગાઉ આવા નિવેદન આપ્યાનો દાવો કર્યો છે.
ગત વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલામાં આતંકવાદીઓને બે પાકિસ્તાની હેન્ડલરો ઓડર આપતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં આ દરમિયાન બે પાકિસ્તાની હેન્ડલરના નામ મળ્યા હતા. જેમાં અબુ મુસા અને બીજો રિઝવાન હનીફ હતો. આ બંને PoKમાં લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિંગ કમાન્ડર છે. આ બંનેએ મુરીદકેમાં અફઘાનને તાલીમ પણ આપી હતી. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ અબુ મુસા હોવાનો દાવો છે.
પહેલગામ હુમલાના 4 દિવસ પહેલા 18 એપ્રિલે લશ્કરના એક કાર્યક્રમમાં અબુ મૂસાએ કાશ્મીરમાં હિંદુઓને મારવાનો ઉલ્લેખ કર્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. 'ગાઝા અને કાશ્મીરનો એક જ મુદ્દો છે અને બંને મુદ્દાઓનો એક જ ઉકેલ છે,જેહાદ.. અમને ભીખ નહીં, આઝાદી જોઈએ છે. પેલેસ્ટાઈન અને કાશ્મીરના જે દુશ્મનો છે, તે અમારા દુશ્મનો છે. ઇઝરાયલને ઘૂંટણિયે લાવી દીધું તો કાશ્મીરમાં પણ કરીશું.

