કર્ણાટકના પૂર્વ સીએમ સનાનંદ ગૌડાનો રાજનીતિમાંથી સંન્યાસ, લોકસભા ચૂંટણી લડવાની હતી ચર્ચા

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં પક્ષ બદલાબદલી કરનારા સદાનંદ ગૌડાએ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા. એ પછી પાછા ભાજપમાં જોડાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી અંગે છેલ્લા કેટલાય સમયથી ફરી એક વખત કોંગ્રેસમાં જોડાવાના કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અપક્ષ કે પછી કોંગ્રેસમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણ છોડવાનો નિર્ણય જાહેર કર્યો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભાજપ માટે કામ કરવાનું ચાલુ રાખશે.
ભાજપ દ્વારા બેંગલુરુ ઉત્તરથી ફરીથી ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળતા સદાનંદ ગૌડાએ નારાજગી પણ વ્યક્ત કરતા કહ્યું હતું કે, એવું કહેવા માટે કંઈ પણ બચ્યું નથી કે ભાજપ કર્ણાટકમાં એક અલગ પાર્ટી છે.
સદાનંદ ગૌડા કોંગ્રેસમાં નહીં જોડાય
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગૌડાએ કહ્યું, "એ પણ સાચું છે કે અમારી પાર્ટીના નેતાઓએ પણ મારો સંપર્ક કર્યો અને ચર્ચા કરી. ગઈકાલે રાત્રે અમારી પાર્ટીના એક અગ્રણી કાર્યકર્તા મારી પાસે આવ્યા અને મને સમજાવવાનો પ્રયાસ કર્યો. ઘણી બધી વાતો થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોંગ્રેસમાં જોડાશે નહીં, જેમ અગાઉ અટકળો કરવામાં આવતી હતી. આ અગાઉ સોમવારે ભાજપના નેતાએ કહ્યું હતું કે પાર્ટીના અન્ય નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો.

