પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાર જાધવ ભાજપમાં જોડાયો, બાવનકુલેએ અપાવી સદસ્યતા
પૂર્વ ભારતીય ક્રિકેટર Kedar Jadhav ક્રિકેટની ઈનિંગ બાદ હવે રાજકારણમાં પોતાની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે

પૂર્વ ભારતીય ક્રિકેટર Kedar Jadhav ક્રિકેટની ઈનિંગ બાદ હવે રાજકારણમાં પોતાની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કેદાર જાધવ ભાજપમાં જોડાઈ ગયો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા. ચંદ્રશેખર બાવનકુલેએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવીને ભાજપનું સભ્યપદ અપાવ્યું.
Kedar Jadhavએ ગત વર્ષે જૂનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૩૯ વર્ષીય ખેલાડીએ ભારત માટે પોતાની છેલ્લી મેચ ૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ચાર મેચની વન ડે શ્રેણીમાંથી બે મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર 35 રન કર્યા હતા.




