Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Former CM Khattar got angry at the youth after hearing about the defeat in Haryana

VIDEO: હરિયાણામાં હારની વાત સાંભળી યુવક પર ભડક્યા પૂર્વ CM ખટ્ટર, કહ્યું-'હિંમત કેવી રીતે થઇ, બહાર કાઢો'

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: હરિયાણામાં હારની વાત સાંભળી યુવક પર ભડક્યા પૂર્વ CM ખટ્ટર, કહ્યું-'હિંમત કેવી રીતે થઇ, બહાર કાઢો'

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં હવે તમામ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી એક યુવક પર ગુસ્સે થઈને તેને હોલની બહાર કાઢી મુકવામાં આવ્યો હતો.

App Store

કાર્યક્રમ દરમિયાન યુવક પર ભડક્યા મનોહરલાલ ખટ્ટર

હરિયાણાના હિસારમાં મનોહર લાલ ખટ્ટરનો એક જનસંવાદ કાર્યક્રમ હતો. પૂર્વ સીએમ અહીં ભાજપના ઉમેદવાર ડો.કમલ ગુપ્તાના પ્રચાર માટે આવ્યા હતા, આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે એ બાબત જરૂરી છે કે હિસારના ધારાસભ્ય બીજેપીના ઉમેદવાર બને અને ડો. કમલ ગુપ્તા જન કલ્યાણી વ્યક્તિ છે. આથી તેમનું સમર્થન કરવું પણ એટલું જ જરૂરી છે.'

યુવકને પકડીને બહાર કાઢવાનો આદેશ 

આ કાર્યક્રમમાં યુવકે કેન્દ્રીય મંત્રી ખટ્ટરની સામે જ કહી દીધું કે, 'હરિયાણામાં ભાજપ સત્તામાં આવશે, પરંતુ તેમનો ઉમેદવાર નહિ જીતે.' આ સાંભળીને મનોહર લાલ ખટ્ટરે ગુસ્સામાં આવીને કહ્યું કે, 'હિંમત કેવી રીતે થઇ, બહાર કાઢો...'