VIDEO: પશ્ચિમ બંગાળમાં ભાજપના પૂર્વ સાંસદના નિવાસસ્થાન પર હુમલો, TMC કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળમાં હિંસા અને હુમલાનો સિલસિલો મતદાન બાદ પણ યથાવત છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બેરકપોર ખાતે ભાજપના પૂર્વ સાંસદ અર્જુન સિંહ અને નોઆપારાના સંગઠન સચિવ કુંદન સિંહના નિવાસસ્થાન પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે.
ભાજપના નેતાઓએ આ હિંસક હુમલાનો સીધો આરોપ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. જેમાં ઘર પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ભાજપ નેતાઓએ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે હુમલા સમયે તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. જોકે, વધતા તણાવને જોતા બેરકપોર પોલીસ કમિશનરેટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાના પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

