VIDEO: ગંડક નદીમાં જળસ્તર વધતાં બિહારના ચંપારણમાં પૂરનું જોખમ: બે જગ્યાએ તટબંધ નુકસાન પામ્યા
સોર્સ : gstv
નેપાળમાં થયેલા ભારે વરસાદને કારણે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વહેતી ગંડક નદીનું જળસ્તર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. બગાહા ખાતે ગંડક નદીનું જળસ્તર 91 પોઈન્ટ 25 મીટર નોંધાયું છે...વાલ્મિકીનગર બેરેજમાંથી પાણી છોડાતા નદીના તટબંધો પર ભારે દબાણ સર્જાયું છે, જેના કારણે રાત્રિ દરમિયાન બગાહા-1ના ખૈરાતવા અને બૈરિયાના ફૂલિયાખાદ ખાતે તટબંધના બે ભાગને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના ગામોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. સત્તાવાળાઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

