VIDEO: સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માતમાં પાંચના મોત
સોર્સ : gstv
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સમૃદ્ધિ મહામાર્ગ પર એક ભીષણ રોડ અકસ્માત સર્જાતા પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે આશરે ૨૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત વાહનચાલકે નિયંત્રણ ગુમાવતા અથવા ઝડપી ગતિના કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક બતાવાઈ રહી છે. સમૃદ્ધિ મહામાર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોને પગલે સુરક્ષા સામે ફરી પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે. પોલીસ દ્વારા અકસ્માતનો કેસ નોંધીને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

