VIDEO: પૂંચમાં ફિટ ઈન્ડિયા ટ્રેકિંગ અભિયાન
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા પૂંચમાં તાઈકવાન્ડો એકેડમી દ્વારા ફિટ ઈન્ડિયા અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય ટ્રેકિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગમાં મોટી સંખ્યામાં તાઈકવાન્ડો ખેલાડીઓ અને સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂંચના યુવા સેવા અને રમતગમત વિભાગના તાઈકવાન્ડો કોચ રાજીન્દર સિંઘ અને સહભાગી ખેલાડીઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખી શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવાનો છે. મનોહર પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરતા અને હાથમાં જાગૃતિ બેનરો સાથે કૂચ કરતા યુવાનોના સુંદર દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

