VIDEO: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં શિકોહાબાદ આઉટર પાસે સ્ટેશનરી ટ્રેનના કોચમાં આગ લાગી, સિલિન્ડર બ્લાસ્ટથી ૧ ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ આઉટર પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ઊભેલી ટ્રેનના ખાલી કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની આ ઘટના દરમિયાન અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ટ્રેનના બંધ ડબ્બામાં આ આગ કયા કારણોસર લાગી અને સિલિન્ડર ત્યાં કેવી રીતે પહોંચ્યો તેને લઈને રેલવે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

