VIDEO: કોલકાતા હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ મમતા બેનર્જી સામે એફઆઈઆર દાખલ કરાઈ
સોર્સ : gstv
કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને TMCP આયોજકો વિરુદ્ધ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. તૃણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો અને સમયમર્યાદાનું પાલન ન કરવા તેમજ રસ્તાનો પ્રવેશ બિંદુ ખુલ્લો ન રાખવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

