Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Filling the dog in the sack and reaching the office of the Nagar Panchayat

VIDEO: કોથળામાં કૂતરા ભરીને નગર પંચાયતની ઓફિસ પહોંચ્યા, અધિકારીના ટેબલ પર છોડી મૂક્યા, જાણો સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના નાસિકમાં રખડતા કૂતરાઓના (Stray Dogs) વધતા આતંક વચ્ચે લોકોના અનોખા વિરોધ પ્રદર્શનનો મામલો સામે આવ્યો છે. નિફાડ વિસ્તારમાં કૂતરાઓના હુમલાથી અનેક લોકો અને બાળકો ઘાયલ થયાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થવાનો આરોપ લગાવીને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતાઓ અને સ્થાનિક નાગરિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

App Store

કોથળામાં કૂતરો ભરીને નગર પંચાયતમાં પહોંચ્યા

મળતી માહિતી મુજબ, યુવાસેના જિલ્લા પ્રમુખ વિક્રમ રંધવે, નગરસેવિકા રૂપાલી રંધવે અને કેટલાક સ્થાનિક નાગરિકો બોરીમાં રખડતા કૂતરાને લઈને નગર પંચાયતની કચેરીમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ મુખ્ય અધિકારી (Chief Officer) ધીરજ ભામરેની કેબિનમાં તેમની ટેબલ પર કૂતરો છોડી દીધો હતો.

પ્રદર્શનકારીઓએ આ રીતે વહીવટીતંત્રનું ધ્યાન રખડતા કૂતરાઓની સમસ્યા તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો આરોપ છે કે વિસ્તારમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે અને બાળકો સહિત સામાન્ય નાગરિકો માટે જોખમ ઊભું થયું છે.

નોટોની માળા પહેરાવી

વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ મુખ્ય અધિકારીના ટેબલ પર નોટોની માળા (Currency Garland) પણ પહેરાવી હતી. આ પગલાને તેમણે પ્રતીકાત્મક વિરોધ ગણાવ્યો હતો. પ્રદર્શનકારીઓનો આરોપ હતો કે રખડતા કૂતરાઓની સમસ્યા ગંભીર હોવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી અને અન્ય વહીવટી તથા ટેન્ડર પ્રક્રિયાઓમાં વ્યસ્ત છે.

તહેવારો પહેલાં કાર્યવાહી કરવાની માગ

વિક્રમ રંધવે અને રૂપાલી રંધવેએ મુખ્ય અધિકારી તથા વહીવટીતંત્રને આ મુદ્દે સવાલો કર્યા હતા. તેમણે માંગ કરી હતી કે રખડતા કૂતરાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર નીકળતા હોવાથી કૂતરાઓના હુમલાનું જોખમ વધી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ અનોખા વિરોધનો વીડિયો (Video) પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. હવે નાગરિકોની ફરિયાદ બાદ નગર પંચાયત પ્રશાસન રખડતા કૂતરાઓની સમસ્યાને લઈને શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.