VIDEO: પશ્ચિમ દિલ્હીના રઘુવીર ગરમાં ઇ-રિક્ષાની બેટરી ફાટતા ભીષણ આગ, બે લોકોના મોત
સોર્સ : gstv
પશ્ચિમ દિલ્હીના રઘુવીર નગરમાં આવેલી ચાર માળની ઇમારતમાં વહેલી સવારે ઇ-રિક્ષાની બેટરીમાં વિસ્ફોટ થવાથી ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી બે લોકોના મોત થયા છે….ફાયર વિભાગને કોલ મળતા જ ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ પહેલા માળે બેટરી ફાટવાને કારણે આગ ફેલાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ સુફૈદ અને મોહમ્મદ સમીદ તરીકે થઈ છે.

