VIDEO: હરિયાણાના ગુરુગ્રામમાં ભીષણ આગ
સોર્સ : gstv
હરિયાણાના ગુરુગ્રામમાં પટૌડી રોડ પર આવેલા ઝુંડ સરાઈ વિસ્તારમાં એક વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર ઓફિસર નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, આગને ઓલવવા માટે ફાયર ફાઈટરો સતત મહેનત કરી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેરહાઉસમાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

