VIDEO: ઈ-મેમો નહીં ભરો તો સુપ્રીમ કોર્ટના નવા સૂચનોથી મુશ્કેલી વધી શકે
સોર્સ : gstv
માર્ગ સુરક્ષા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ ટ્રાફિક ઈમેમોને લઈને કડક વલણ અપનાવ્યું છે. ઈમેમો સમયસર નહીં ભરવામાં આવે તો દંડની રકમ વીજ બિલ સાથે જોડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. વારંવાર ઈમેમો પેન્ડિંગ રાખવા પર ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કે રદ થવાની, તેમજ વાહનની RC બ્લેકલિસ્ટ થવાની શક્યતા છે. પેન્ડિંગ ઈમેમોવાળા વાહનો માટે PUC, ફિટનેસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ RC અને રિન્યુઅલ જેવી સેવાઓ પણ અટકાવી શકાય છે. ટ્રાફિક કોર્ટનું સમન મળ્યા બાદ હાજર ન થવા પર કાયદેસરની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડી શકે છે. તેથી વાહનચાલકોએ ટ્રાફિક ઈમેમો સમયસર ભરવાની તકેદારી રાખવી જરૂરી છે.

