VIDEO : આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 18 લોકોનું ઘટનાસ્થળે મોત
આંધ્ર પ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટમાં 18 લોકોના મોત

આંધ્ર પ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટમાં 18 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આંધ્રના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 18 લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 5 કિમી વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ સમયે યુનિટમાં લગભગ 20 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.
રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી કે, ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટના પગલે હજુ પણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. કારણ કે હજુ કેટલાક દર્દીઓની હાલત અતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ભયંકર વિસ્ફોટ બાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે.






