Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Exit polls show clear majority for BJP alliance in BMC

'BMCમાંથી બહાર થશે ઉદ્ધવ ઠાકરેની શિવસેના!' Exit Pollમાં BJP ગઠબંધનને સ્પષ્ટ બહુમત

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'BMCમાંથી બહાર થશે ઉદ્ધવ ઠાકરેની શિવસેના!' Exit Pollમાં BJP ગઠબંધનને સ્પષ્ટ બહુમત
સોર્સ : google

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે.મતદાન સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થયું. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ BMCના 227 વોર્ડમાંથી BJP ગઠબંધનને 131થી 151 બેઠકો મળવાનો અંદાજ છે.જ્યારે યુબીટી નેતૃત્વ હેઠળના ગઠબંધનને 58 થી 68 બેઠકો મળવાનો અંદાજ છે. 

App Store

મુંબઈની સાથે સાથે થાણે, નવી મુંબઈ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોમ્બિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાંવ, અહિલ્યાનગર, જલગાંવ, ધુલે, પુણે, પિંપરી-ચિંચવાડ, સોલાપુર, કોલ્હાપુર, ઇચલકરંજી, સાંગલી - મિરાજ- કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, પરભણી, જાલના, લાતુર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુરમા મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી યોજાઈ છે. 

આ વખતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 227 વોર્ડ માટે 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આવતીકાલે શુક્રવારે પરિણામ જાહેર થશે. સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

એક્ઝિટ પોલ મુજબ જો આપણે જાતિવાર મત ટકાવારીની વાત કરીએ તો 30 ટકા મરાઠી મત ભાજપ ગઠબંધનને મળી શકે છે, જ્યારે 49 ટકા યુબીટી ગઠબંધનને, 8 ટકા કોંગ્રેસ ગઠબંધનને અને 13 ટકા અન્યને મળી શકે છે.

ભાજપ ગઠબંધનને 68 ટકા ઉત્તર ભારતીય મત મળવાની શક્યતા છે. યુબીટી ગઠબંધનને 19 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 2 ટકા અને અન્યને 11 ટકા મળી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતીય મતોમાં 61 ટકા ભાજપને, 21 ટકા યુબીટીને, 8 ટકા કોંગ્રેસ ગઠબંધનને અને અન્યને 10 ટકા મળી શકે છે. જો મુસ્લિમ મતોની વાત કરીએ તો, ભાજપ ગઠબંધનને 12 ટકા, યુબીટી ગઠબંધનને 28 ટકા અને કોંગ્રેસ ગઠબંધનને 41 ટકા મળી શકે છે. અન્યને 19 ટકા મુસ્લિમ મત મળવાની શક્યતા છે.