VIDEO : બિહાર નગર નિગમમાં કર્મચારીઓએ 10 મુદ્દાની માંગણીઓને લઈને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો
સોર્સ : gstv
બિહારના ગયામાં નગર નિગમ અને બોધગયા નગર પરિષદના કર્મચારીઓએ પોતાની 10 મુદ્દાની માંગણીઓને લઈને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો હતો . આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો અને અન્ય સ્ટાફ જોડાયા હતા, જેના કારણે નાગરિક સેવાઓ પર અસર પડી હતી .કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સમાન કામ માટે સમાન વેતન, ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી અને કામ કરવાની સ્થિતિમાં સુધારાનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની વાજબી માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ કરી દેશે.

