VIDEO: EPFO દ્વારા 'એમ્પ્લોઇઝ એનરોલમેન્ટ કેમ્પેઇન 2026' શરૂ
સોર્સ : gstv
EPFO દ્વારા 'એમ્પ્લોઇઝ એનરોલમેન્ટ કેમ્પેઇન 2026' શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અગાઉ EPFથી વંચિત પાત્ર કર્મચારીઓને સામેલ કરવામાં આવશે. 1 એપ્રિલ 2009થી 31 માર્ચ 2026 વચ્ચે સેવા આપનારા અને હાલ પણ સંબંધિત સંસ્થામાં કાર્યરત પાત્ર કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત પેન્શન અને વીમા જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે. EPFOએ નોકરીદાતાઓને જૂના રોજગાર અને પગાર રેકોર્ડની ચકાસણી કરી પાત્ર કર્મચારીઓની નોંધણી કરવાની અપીલ કરી છે. EEC 2026 હેઠળ 31 ઓક્ટોબર 2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે.

