Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED takes custody of properties worth Rs 67 crore of banned terrorist organization PFI

પ્રતિબંધિત આતંકી સંગઠન PFIની 67 કરોડની મિલકતો ઈડીએ લીધી કસ્ટડીમાં 

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પ્રતિબંધિત આતંકી સંગઠન PFIની 67 કરોડની મિલકતો ઈડીએ લીધી કસ્ટડીમાં 
સોર્સ : GSTV

ઇડીએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની મની લોન્ડરિંગના કેસમાં વધુ 67 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ જણાવ્યું હતું કે આ પ્રોપર્ટીની માલિકી પીએફઆઇની હતી. આ પ્રોપર્ટીને વિવિધ ટ્રસ્ટના નેજા હેઠળ રાખવામાં આવી હતી. તેના રાજકીય મોરચાનું નામ સોશ્યાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) હતું. 

App Store

2022માં મુકાયો હતો પ્રતિબંધ

કેન્દ્રએ સપ્ટેમ્બર 2022માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), ઇડી અને વિવિધ સ્ટેટ પોલીસ ફોર્સના દરોડા પછી PFI પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રએ તેને ગેરકાયદે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા સંગઠન તરીકે ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એસડીપીઆઈની સ્થાપના 2009માં થઈ હતી. તે ચૂંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલી છે.

વિવિધ નામે નોંધાયેલી છે સંપત્તિ

ઇડીએ જણાવ્યું હતું કે PFIની સંપત્તિ ટાંચમાં લેતો આદેશ 6 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી PFIની કુલ 129 કરોડ રુપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. આ પ્રોપર્ટીઝ વિવિધ નામો હેઠળ નોંધાયેલી હતી, તેમા ગ્રીન વેલી ફાઉન્ડેશન, અલપ્પુઝહા સોશિયલ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, પંડલમ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, વાયનાડમાં ઇસ્લામિક સેન્ટર ટ્રસ્ટ, મલપ્પુરમમાં હરિથમ ફાઉન્ડેશન, અલુવામાં પેરિયાર વેલી ચેરિટેબલ ટ્રસ્ટ, પલક્કડમાં વલ્લાવુનાદ ટ્રસ્ટ, તિરુવનન્તપુરમમાં એસડીપીઆઈના કેટલાક પ્લોટ્સનો સમાવેશ થાય છે. 

ઇડીએ જણાવ્યું હતું કે, PFI ફિઝિકલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવતી હતી અને તેણે તેના નેજા હેઠળ ઘણી બધી પ્રોપર્ટી બનાવી હતી. PFI ઉપરોક્ત પ્રોપર્ટીઝમાં વ્યાપક પાયા પર પીઇ ક્લાસ ચલાવતી હતી અને વિવિધ શસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખવાડતી હતી. આ ક્લાસનું ધ્યેય જેહાદી એજન્ડા પૂરો કરવાનું હતું.