દિલ્હી જલ બોર્ડનું 1,943 કરોડનું કૌભાંડ, અમદાવાદ-દિલ્હી અને મુંબઈ સહિત 4 શહેરોમાં EDના દરોડા

Delhi Jal Board : ઇડીએ દિલ્હી જલ બોર્ડ (DJB) માં એસટીપી કૌભાંડની તપાસ માટે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીએ શુક્રવારે કહ્યું કે તેણે દિલ્હી જળ બોર્ડના કેટલાક સીવેજ ટ્રીટમેન્ટ વિસ્તારમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસ અંતગર્ત લેવામાં આવેલી તલાશી દરમિયાન 41 લાખ રૂપિયા કેસ, દસ્તાવેજ અને ડિજિટલ ઉપકરણોને જપ્ત કર્યા છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ કેસમાં 3 જુલાઇએ રેડ શરૂ કરવામાં આવી હતી અને દિલ્હી, અમદાવાદ, મુંબઇ અને હૈદ્રાબાદમાં અનેક સ્થળો પર રેડ પાડવામાં આવી હતી.
દિલ્હી ACBએ ફાઇલ કરી છે FIR
મની લોન્ડ્રિંગની તપાસ યૂરોટેક એનવાયર્નમેંટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અને અન્ય વિરૂદ્ધ દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યૂરોની એક FIRના આધારે શરૂ કરવામાં આવી છે. ACB દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં 10 સીવેજ ટ્રીટમેન્ટ-STP ના વિસ્તાર અને નવિનીકરણના નામ પર દિલ્હી જળ બોર્ડમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યું છે.
EDના અનુસાર એસીબી દ્વારા નોંધવામાં આવેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફક્ત ત્રણ વિવિધ જોઇન્ટ વેન્ચર-JV કંપનીઓના ચાર ટેન્ડરમાં ભાગ લીધો હતો. ઇડીના અનુસાર બે JVને એક-એક ટેન્ડર મળ્યું હતું અને એક JVને બે ટેન્ડર મળ્યા. ત્રણેય JVએ ચાર એસટીપીમાં ટેન્ડોરોમાં પરસ્પર ભાગ લીધો, જેથી સુનિશ્વિત કરી શકાય કે દરેકે JVને ટેન્ડર મળે.
ખર્ચ 1,546 કરોડથી વધારીને 1,943 કરોડ કરી દેવામાં આવ્યો
FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેન્ડરની શરતોને પ્રતિબંધાત્મક બનાવવા માટે IFAS ટેક્નોલોજીને ફરજિયાત કરવામાં આવી છે, જેથી આ સુનિશ્વિત કરી શકાય કે કેટલીક સિલેક્ટેડ સંસ્થાઓ જ આ ચાર બોલીઓમાં ભાગ લઇ શકે. કેન્દ્રીય તપાસ એજન્સીના અનુસાર શરૂઆતમાં તૈયાર કરવામાં આવેલ ખર્ચનો અંદાજો 1,546 કરોડ રૂપિયા હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન તેને સુધારીને 1,943 કરોડ કરી દેવામાં આવ્યો. આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણેય જોઇન્ટ વેન્ચરને વધેલા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા, જેથી સરકારના ખજાનાને મોટું નુકસાન થયું છે.
EDએ કહ્યું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 1,943 કરોડ રૂપિયા મૂલ્યના એસટીપી સંબંધિત ચાર ટેન્ડર દિલ્હી જળ બોર્ડ દ્વારા ત્રણેય જેવીને આપવામાં આવ્યા હતા. એજન્સીએ કહ્યું કે તમામ ટેન્ડરમાં બે જોઇન્ટ વેન્ચરે દરેક ટેન્ડરમાં ભાગ લીધો અને તમામ ત્રણેય જોઇન્ટ વેન્ચરને ટેન્ડર મળ્યા છે.

