VIDEO/ બંગાળમાં EDનું તાબડતોબ એક્શન, પૂર્વ DCPના બંધ ઘરના તાળા તોડી અંદર ઘૂસી ટીમ
પશ્ચિમ બંગાળ (West Bengal)માં કથિત Extortion Racket(ખંડણી) સામે Enforcement Directorate (ED) દ્વારા

પશ્ચિમ બંગાળ (West Bengal)માં કથિત Extortion Racket(ખંડણી) સામે Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે લગભગ 6 વાગ્યાથી કોલકાતા અને મુર્શિદાબાદ સહિત અનેક સ્થળોએ એકસાથે Raid કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી કથિત “સોના પપ્પૂ” ગેંગ અને પૂર્વ પોલીસ અધિકારી Shantanu Sinha Biswas સાથે જોડાયેલા કેસમાં થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
બંધ પડેલા આલીશાન ઘરમાં તાળા તોડી ઘૂસી ED
મુર્શિદાબાદ જિલ્લાના કાંડી શહેરમાં સ્થિત શાંતનુ સિંહા બિસ્વાસના આલીશાન નિવાસસ્થાને EDની ટીમ પહોંચી હતી. છેલ્લા એક અઠવાડિયાથી આ ઘર સંપૂર્ણપણે બંધ હતું. ઘર બંધ હોવાથી અધિકારીઓએ પહેલા સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી અને ત્યારબાદ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો.
શાંતનુ સિંહા બિસ્વાસ અગાઉ કોલકાતા પોલીસમાં Deputy Commissioner (DCP) અને કાલીઘાટ પોલીસ સ્ટેશનના Inspector-in-Charge (IC) રહી ચૂક્યા છે. હાલ તેઓ જમીન સંબંધિત Financial Fraud કેસમાં EDની Custodyમાં હોવાનું જાણવા મળ્યું છે.
બહેન પણ રાજકીય પદ પર
માહિતી મુજબ શાંતનુની બહેન ગૌરી સિંહા બિસ્વાસ હાલ કાંડી મ્યુનિસિપાલિટીની Vice Chairperson તરીકે કાર્યરત છે. જોકે Raid દરમિયાન તેઓ પણ ઘરે હાજર નહોતા.
કોલકાતા સહિત અનેક સ્થળોએ Raid
ED દ્વારા કોલકાતાના રોય સ્ટ્રીટ વિસ્તારમાં આવેલ એક Hotel અને એક Businessmanના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરાઈ હતી. આ સિવાય કોલકાતા પોલીસના એક Sub-Inspectorના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ એજન્સી Extortion, Illegal Transactions અને કેટલાક પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલા Financial Networkની તપાસ કરી રહી છે.
દસ્તાવેજો અને Digital Recordsની તપાસ
EDની ટીમ હાલમાં Documents, Digital Records અને Financial Transactions સાથે જોડાયેલા પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે. જોકે હજુ સુધી ED તરફથી કોઈ Official Statement જાહેર કરવામાં આવ્યું નથી.
બંગાળના રાજકીય વર્તુળોમાં હલચલ
એકસાથે અનેક સ્થળોએ થયેલી આ કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.








