કેરળના મુખ્યમંત્રીની પુત્રી વિરુદ્ધ ઈડીએ કેસ દાખલ કર્યો, જાણો શું છે મામલો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ વીણા વિજયન વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ સમગ્ર મામલો વીણા અને તેની કંપનીને ખાનગી ખનિજ કંપની દ્વારા કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. સૂત્રોનું કહેવું છે કે EDની ટીમ ટૂંક સમયમાં તેની પૂછપરછ કરી શકે છે.
આ કેસ આવકવેરા વિભાગની તપાસ પર આધારિત છે જેમાં આરોપ છે કે ખાનગી કંપની કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL)એ વીણાની કંપની - એક્સાલોજિક સોલ્યુશન્સને 2018 થી 2019 દરમિયાન 1.72 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ચુકવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને વીણા વિજયનની કંપની એક્સાલોજિક સોલ્યુશન્સે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને SFIO દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસને રોકવાની માંગ કરી હતી. આ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

