Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED Arrest of Delhi Chief Minister Kejriwal

મોટા સમાચાર : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ, ઈડીએ પૂછપરછ બાદ કરી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
મોટા સમાચાર : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ, ઈડીએ પૂછપરછ બાદ કરી કાર્યવાહી

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાં તપાસ એજન્સીએ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. શુક્રવારે કેજરીવાલને પીએમએલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

App Store

કેજરીવાલના નિવાસસ્થાનની બહાર 144ની કલમ લાગુ

બીજી તરફ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. આ સિવાય 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને આપ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

કેજરીવાલના ઘરની બહાર કાર્યકર્તાઓનો હોબાળો

ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઈડી દિલ્હી લિકર પોલિસી કેસમાં તપાસ કરી રહી છે. ઈડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા, પરંતુ એક પણ વખત હાજર થયા નહોતા.

કેજરીવાલને હાજર થવું પડશે : હાઈકોર્ટ

નોંધનીય છે કે ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા, તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.