અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા
અફઘાનિસ્તાનમાં બપોરે 12.17 વાગ્યે 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અ

અફઘાનિસ્તાનમાં બપોરે 12.17 વાગ્યે 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસની બહાર નીકળી આવ્યા હતા.
અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાન-તજાકિસ્તાન સરહદ વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હતું. ભૂકંપની ઊંડાઇ ધરતીથી 86 કિલોમીટર પર હતી.જોકે, ભૂકંપને કારણે કોઇ જાનહાનિના સમાચાર નથી.
એક દિવસ પહેલા ઉત્તરી ચિલીમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 15 એપ્રિલે અમેરિકામાં કેલિફોર્નિયાના સેન ડિએગો કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5.2 હતી.
13 એપ્રિલે હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 3.4ની રહી હતી. આ પહેલા 12 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લાના કેટલાક ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8ની રહી હતી.







