VIDEO: કેરળમાં MDMA ડ્રગ્સ કેસમાં DYFIનો DySP કચેરી પર હલ્લો, બેરિકેડ તોડી ઘૂસ્યા કાર્યકરો!
કેરળના કાસરગોડ જિલ્લામાં કલ્લીક્કડવુ MDMA ડ્રગ્સ કેસની તપાસને દબાવવાનો અને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે 'ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા' (DYFI) દ્વારા કન્હાનગડ DySP કચેરી તરફ વિશાળ વિરોધ કૂચ યોજવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી.
DySP ઓફિસ બહાર સુરક્ષા માટે ગોઠવવામાં આવેલા પોલીસ બેરિકેડ્સને DYFI કાર્યકરોએ તોડી નાખ્યા હતા અને સીધા ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ કાફલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જોરદાર ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને બચાવવા માટે સ્થાનિક પોલીસ તપાસમાં ગોબાચારી કરી રહી છે. પરિસ્થિતિ વણસતાં વધારાનો પોલીસ કાફલો બોલાવીને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ ઘટનાને પગલે કન્હાનગડ DySP ઓફિસ આસપાસ ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

