ઝારખંડ/ સોરેન પરિવારમાં જેઠાણી દેરાણીના ઝઘડામાં હવે નવી એન્ટ્રી, સીતા સોરેન સપોર્ટમાં આવી આ વ્યક્તિ

શિબુ સોરેનના પરિવાર વચ્ચેનો ઝઘડો જાહેરમાં આવ્યો છે. મોટી પુત્રવધૂ સીતા સોરેનના રાજીનામા બાદ હવે પરિવારના સભ્યોમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. સીતા બીજેપીમાં જોડાયા બાદ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પનાએ બુધવારે જેઠાણી દુર્ગા સોરેનનો ઉલ્લેખ કરતા નિશાન સાધ્યું હતું. હવે માતાના બચાવમાં સીતાની પુત્રી રાજશ્રીએ ઝંપલાવ્યું છે. રાજશ્રીએ સોશિયલ મીડિયા પર કાકી કલ્પનાને જવાબ આપતાં કહ્યું- તમારું સત્ય છુપાવવા માટે મારા પિતાના નામનો ઉપયોગ ના કરો. દુર્ગા અને સીતા સોરેનની પુત્રી રાજશ્રીએ તેના પિતા વિશે કલ્પના સોરેનની પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'મારા પિતા તેમના લોકોના રક્ષક હતા! તે હંમેશા અન્યાય સામે લડ્યા! લોકોનો અવાજ બન્યા. જેએમએમને મજબૂત કરવા માટે પોતાનું લોહી અને પરસેવો વહાવ્યો. કૃપા કરીને તમારી વાસ્તવિકતા છુપાવવા માટે મારા પિતાના નામનો ઉપયોગ કરશો નહીં.
ઝારખંડ મુક્તિ મોરચાના દિવંગત નેતા દુર્ગા સોરેનની પત્ની સીતા સોરેન મંગળવારે ભાજપમાં જોડાયા છે. તેમણે પોતાના પરિવાર અને પાર્ટીમાં અવગણનાનો આરોપ લગાવતા JMMમાંથી રાજીનામું આપ્યું હતું. એ પછી બુધવારે કલ્પના સોરેને તેના પતિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે તેની ભાભીનું નામ ન લીધું પરંતુ જેઠ દુર્ગા સોરેન સાથે તેમના પતિનો ફોટો મુકીને આડકતરી રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે પતિના રાજનીતિમાં આવવાના સંજોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કલ્પનાએ લખ્યું, 'હેમંત જી માટે, સ્વર્ગસ્થ દુર્ગા દા માત્ર એક મોટા ભાઈ જ નહીં પરંતુ પિતા તુલ્ય હતા. 2006 માં લગ્ન પછી આ બલિદાની પરિવારનો હિસ્સો બન્યા પછી મેં હેમંત જીનો તેમના મોટા ભાઈ પ્રત્યે આદર અને સમર્પણ અને હેમંત જી માટે સ્વર્ગસ્થ દુર્ગા દાનો પ્રેમ જોયો છે. હેમંત જી રાજકારણમાં આવવા માંગતા ન હતા પરંતુ દુર્ગાદાદાના અકાળ અવસાન અને આદરણીય બાબાની તબિયતને જોતા તેમણે રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો. હેમંતજીએ રાજનીતિ પસંદ નથી કરી પરંતુ રાજનીતિએ હેમંતજીને પસંદ કર્યા છે. જેમણે આર્કિટેક્ટ બનવાનું નક્કી કર્યું હતું. તેમની ઉપર JMM, આદરણીય બાબા અને સ્વ. દુર્ગા દાના વારસા અને સંઘર્ષને આગળ વધારવાની જવાબદારી હતી.

