VIDEO: ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ધરખમ ફેરફાર, અમિત માલવિયાની બાદબાકી, ગુજરાતના ચાર ચહેરા સામેલ
ભાજપના અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ, મહા સચિવ, સચિવ અને પ્રવક્તાઓ ની યાદીમાં યુવાનો અને મહિલાઓની સાથે જાતિ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે નવી ટીમમાં ઉત્તર પ્રદેશના અનેક નેતાઓને સામેલ કર્યા છે. અહીં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 મહિના પછી નિતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે. વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિતિન નબીનની નવી ટીમમાં 8 મહાસચિવ બનાવવામાં આવ્યા છે. અનિલ બલૂની પહેલાની જેમ જ મીડિયા ઇંચાર્જ પદ પર યથાવત રહેશે. આવી જ રીતે બી.એલ. સંતોષ પાસે પણ સંગઠન મહાસચિવનું પદ પહેલાની જેમ યથાવત રહેશે. જ્યારે આઈટી સેલ હેડ અમિત માલવિયા હટાવી દેવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં આઈટી સેલના હેડ હતા. માલવિયાની જગ્યાએ દીપક સહસ્કેને સોશિયલ મીડિયાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ટીમમાં ગુજરાતના ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપી છે. જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવું ઉચ્ચ પદ આપી મહિલા નેતૃત્વને મજબૂત મંચ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ તરીકે કેન્દ્રીય સંગઠનની કામગીરી વધારવાની તક મળી છે. આ ઉપરાંત, યુવા નેતા હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યાં છે.

