Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : dog-stolen-from-judge-house-fir-lodged-against-12-people

જજનું કૂતરું ચોરાતાં 12 લોકો સામે FIR, પોલીસ ધંધે લાગી, જાણો ક્યાં બની ઘટના

Timeછેલ્લું અપડેટ : 24 May 2024
લાઇવ ટીવીGoogle News
જજનું કૂતરું ચોરાતાં 12 લોકો સામે FIR, પોલીસ ધંધે લાગી, જાણો ક્યાં બની ઘટના

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સિવિલ કોર્ટના જજનો કૂતરો ચોરાયો હતો. જજના પરિવારનો આરોપ છે કે તેમના પાડોશી ડમ્પી અહેમદે તેમના પાલતુ કૂતરાની ચોરી કરી છે. જજના પરિવારની ફરિયાદ બાદ પોલીસે 12થી વધુ લોકો સામે ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

App Store

જજના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

જો કે, ન્યાયાધીશની પોસ્ટિંગ હાલમાં હરદોઈમાં છે, જ્યારે તેમનો પરિવાર બરેલીની સનસિટી કોલોનીમાં રહે છે. એફઆઈઆર મુજબ જજના પરિવાર અને અહેમદના પરિવાર સાથે થોડા દિવસો પહેલા માથાકુટ થઈ હતી. ડમ્પી અહેમદના પુત્ર કાદિર ખાને કથિત રીતે જજના પરિવારના સભ્યોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ડમ્પી અહેમદની પત્ની જજના ઘરે ગઈ હતી

16મેના રોજ રાત્રે લગભગ 9.45 કલાકે ડમ્પી અહેમદની પત્ની જજના ઘરે આવી હતી. તે ન્યાયાધીશના પરિવારથી નારાજ હતી, કારણ કે તેમના કૂતરાએ તેમની પુત્રી સાથે કથિત રીતે હુમલો કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી રહી હતી.

જજના પરિવારે કોઈ નિવેદન આપવાનો કર્યો ઈન્કાર

ઘટનાની જાણકારી જ્યારે ન્યાયાધીશને મળી ત્યારે તેમણે લખનૌથી ફોન પર બરેલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી અને ફરિયાદ પણ દાખલ કરી હતી. એ પછી એરિયા ઓફિસર અનિતા ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જે પછી પોલીસ જજના કૂતરાને શોધવામાં લાગી ગઈ હતી. દરમિયાન જ્યારે મીડિયાએ આ અંગે જજના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ કોઈપણ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.