હોસ્પિટલમાં અચાનક ડોક્ટરના ધબકારા બંધ થઈ ગયા... કાર્ડિયાક સર્જનનું હાર્ટ એટેકથી મોત
બુધવારે, 27 ઓગસ્ટ 2025ના રોજ ચેન્નાઈની સેવાથા મેડિકલ હોસ્પિટલમાં એક દુ:ખદ ઘટના બની હતી. 39 વર્ષીય કાર્ડિયાક

બુધવારે, 27 ઓગસ્ટ 2025ના રોજ ચેન્નાઈની સેવાથા મેડિકલ હોસ્પિટલમાં એક દુ:ખદ ઘટના બની હતી. 39 વર્ષીય કાર્ડિયાક સર્જન ડૉ. ગ્રેડલિન રોયનું હોસ્પિટલના રાઉન્ડ દરમિયાન અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સવારના નિયમિત વોર્ડ રાઉન્ડ દરમિયાન ડૉ. રોય અચાનક પડી ગયા હતાં. તેમના સાથીઓએ તેમને તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
ન્યુરોલોજીસ્ટે જણાવ્યું હતું કે ડૉ. રોયના સાથીઓએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતાં. તેમણે X પર લખ્યું, "સાથીઓએ CPR, તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ, ઇન્ટ્રા-એઓર્ટિક બલૂન પંપ અને ECMO જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યો હતો. પરંતુ 100% ડાબી મુખ્ય ધમની (આર્ટરી) બ્લોકેજને લીધે થયેલા કાર્ડિયાક અરેસ્ટને કારણે થતી મુશ્કેલીને અટકાવવી અશક્ય હતી."
ડૉક્ટરે ચેતવણી આપી હતી કે આ કોઈ એકલી ઘટના નથી. તાજેતરના વર્ષોમાં 30 થી 40 વર્ષની વય જૂથના ડોકટરોમાં અચાનક હૃદયરોગના હુમલાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તેમણે કહ્યું, "વિડંબના એ છે કે જે લોકો બીજાના હૃદયને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તેઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યને અવગણે છે."
ડૉ. રોય તેમની પત્ની અને એક નાના પુત્રને છોડી ગયા છે.
ડોક્ટરોમાં હૃદયરોગના હુમલાનું જોખમ કેમ વધી રહ્યું છે?
ડૉક્ટરના મતે, ડોકટરોમાં હૃદયરોગ વધવાના ઘણા કારણો છે. તણાવ અને અસ્તવ્યસ્ત જીવનશૈલી. સતત તણાવ, દર્દીઓ અને પરિવારના સભ્યો તરફથી દબાણ, અને તબીબી-કાનૂની ચિંતાઓ. લાંબા અને અનિયમિત કામના કલાકો: ઊંઘનો અભાવ અને જૈવિક ઘડિયાળ (બાયોલોઝિકલ ક્લૉક) (સર્કાડિયન લય)માં અડચણ. ઓપરેશન થિયેટરમાં ઉભા રહેવું અથવા ઓપીડીમાં લાંબા સમય સુધી બેસવું, જે કસરત માટે સમય આપતું નથી.
તેમણે કહ્યું કે હોસ્પિટલ કેન્ટીન પર નિર્ભરતા, કેફીનનો વધુ પડતો વપરાશ, સમયસર ખોરાક ન મળવો. ડોકટરો ઘણીવાર પોતાના સ્વાસ્થ્ય તપાસ મુલતવી રાખે છે અને પ્રારંભિક ચેતવણી ચિહ્નોને અવગણે છે. હતાશા, થાક અને ભાવનાત્મક તણાવ, જે હૃદય પર વધારાનું દબાણ લાવે છે. ડૉક્ટરે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે ડોકટરોએ તેમના સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ અને નિયમિત તપાસ, સંતુલિત જીવનશૈલી અને તણાવ વ્યવસ્થાપન અપનાવવું જોઈએ.








