DMKની ઘોડી અને ભ્રષ્ટ RJDનો ટેકો... શિવરાજ સિંહ ચૌહાણે ઉઘાડી પાડી કોંગ્રેસની આખી કુંડળી!
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરતા તેના ઘટતા રાજકીય વ્યાપ અને લાંબા સમયથી ચાલી રહેલા સત્તાવિહીન ઇતિહાસનો કાચો-ચિઠ્ઠો ખોલ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે દેશના મોટાભાગના અગ્રણી રાજ્યોમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે અને તે માત્ર પ્રાદેશિક પક્ષોના સહારે ટકી રહી છે.

કોંગ્રેસના પતનનો હિસાબ રજૂ કરતા શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, "કોંગ્રેસ દેશના મોટા રાજ્યોમાંથી ઘણા સમયથી સાફ થઈ ચૂકી છે. તમિલનાડુમાં લગભગ ૫૯ વર્ષથી, પશ્ચિમ બંગાળમાં ૪૯ વર્ષથી, સિક્કિમમાં ૪૨ વર્ષથી, ઉત્તર પ્રદેશમાં ૩૭ વર્ષથી અને બિહારમાં ૩૬ વર્ષથી તે સત્તા બહાર છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે ત્રણ-ચાર રાજ્યોને બાદ કરતાં કોંગ્રેસ દરેક જગ્યાએ માત્ર 'જુનિયર પાર્ટનર' બનીને રહી ગઈ છે. શિવરાજે આક્ષેપ કર્યો, "તમિલનાડુમાં તેઓ ડીએમકે (DMK)ની ઘોડીના સહારે ટકી રહ્યા છે, અને હવે તે ટેકો પણ સરકી રહ્યો છે. બિહારમાં તેઓ ભ્રષ્ટ આરજેડી (RJD)ના સહારે જીવી રહ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેઓ સપા (SP) અને બસપા (BSP) વચ્ચે પલટી મારતા રહે છે."
બંધારણીય સંસ્થાઓ પર વિપક્ષના આક્ષેપો અંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જમીની સ્તરે જનાધાર ગુમાવી ચૂકેલી કોંગ્રેસ હવે માત્ર સત્તામાં ટકી રહેવાના નિષ્ફળ હવાતિયાં મારવા માટે દેશની બંધારણીય સંસ્થાઓ પર પાયાવિહોણા હુમલા કરી રહી છે.