VIDEO: જમ્મુમાં કાશ્મીરી પંડિત વિસ્થાપિતોએ પોતાની પડતર માંગણીઓને લઈ કર્યો ઉગ્ર વિરોધ, પંડિત સંગઠનોએ આપી ચેતવણી
જમ્મુમાં કાશ્મીરી પંડિત વિસ્થાપિતો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'યુથ ઓલ ઇન્ડિયા કાશ્મીરી સમાજ'ના નેજા હેઠળ મોટી સંખ્યામાં યુવાનો અને સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કાશ્મીરી પંડિતોના સુરક્ષિત પુનર્વસનની માંગ કરી હતી. દેખાવકારોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગ છે કે સરકાર કાશ્મીરી પંડિતોને ખીણમાં ફરીથી વસાવવા માટે નક્કર નીતિ બનાવે અને તેમને પૂરતી સુરક્ષા તેમજ રોજગારી પૂરી પાડે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે દાયકાઓથી તેઓ પોતાના જ દેશમાં શરણાર્થી જેવું જીવન જીવી રહ્યા છે, હવે આ અન્યાય બંધ થવો જોઈએ. આ વિરોધ પ્રદર્શનને પગલે જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. પંડિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલન વધુ તેજ બનાવશે.

