VIDEO: '2 કલાક ચાલી ચર્ચા, સરકારમાં સમીક્ષા કર્યા બાદ આવતીકાલે ફરી મળીશું', કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાનું નિવેદન
NEET પરીક્ષા વિવાદ અને પેપર લીકની ઘટનાઓને લઈને દિલ્હીમાં ચાલતા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટોનો દોર શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે.
2 કલાક ચાલી સઘન બેઠક
CJPના નેતાઓ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, "આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી. CJP ના પ્રતિનિધિઓએ અમારી સમક્ષ તેમની 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, આ ઉપરાંત પરીક્ષાઓની પદ્ધતિમાં સુધારો લાવવા માટે 5 મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે."
જે.પી. નડ્ડાએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમે તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓએ રજૂ કરેલી માંગણીઓ અને સૂચનો અંગે સરકારમાં આંતરિક ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા પૂર્ણ થયા બાદ, અમે આવતીકાલે બપોરે તેમની સાથે ફરીથી બેઠક યોજીશું અને સરકાર તરફથી લેવાયેલા નિર્ણયો વિશે તેમને માહિતગાર કરીશું
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને કડક પગલાંની માંગણી સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સરકાર સાથેની આ વાટાઘાટો બાદ આવતીકાલે કોઈ સકારાત્મક ઉકેલ આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

