પાંચ લાખની લાંચ લેતા CBIના હાથે રંગેહાથ ઝડપાયા DIG, પોલીસ બેડામાં ખળભળાટ
કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી ક

કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના DIG (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોપડ (Ropar) રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેવાના એક કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
CBIએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા પકડ્યા
મંડી ગોબિંદગઢના સ્ક્રેપ વેપારી સાથે જોડાયેલી ઘટનામાં આ કાર્યવાહી થઇ છે.વેપારી તરફથી તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી તે બાદ CBIએ ટ્રેપ લગાવીને દબોચી લીધો હતો. આ ઘટના બાદ પંજાબ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. CBI જલદી DIG હરચરણ સિંહ ભુલ્લરને સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરી શકે છે.
નોટોના બંડલ પણ મળ્યા
DIG રોપડ રેન્જ હરચરણ ભુલ્લર પર એક ઘટનામાં રાહત આપવાના બદલામાં પાંચ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. CBIએ આ કાર્યવાહી ગુપ્તતા સાથે કરી છે. જેવા જ DIGએ લાંચની રકમ પકડી ટીમે ઘટનાસ્થળેથી તેમની ધરપકડ કરી હતી, તેમની પાસેથી નોટોના બંડલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
'પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં'
બલતેજ પન્નુએ વધુમાં સ્પષ્ટતા કરી કે, 'પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં.' આ ધરપકડ પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. CBI દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.








