Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Did Rahul Gandhi go abroad after quarreling with his family? Union Minister claims

પરિવાર સાથે બબાલ કરી વિદેશ ગયા રાહુલ ગાંધી? પ્રિયંકા સાથે ઝગડો થયાનો કેન્દ્રીય મંત્રીનો દાવો

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
પરિવાર સાથે બબાલ કરી વિદેશ ગયા રાહુલ ગાંધી? પ્રિયંકા સાથે ઝગડો થયાનો કેન્દ્રીય મંત્રીનો દાવો
સોર્સ : GOOGLE

મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે બબાલ હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સંસદ સત્રની વચ્ચે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર જવાનું કારણ પારિવારિક ઝઘડો વધી રહ્યો છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "બંને ગાંધી એકબીજા સાથે લડી રહ્યા છે". મને જાણવા મળ્યું છે કે ગૃહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ભાષણોની તુલના કરવામાં આવી રહી છે. આનાથી રાહુલ ગાંધી ખૂબ ગુસ્સે થતાં પોતાના પરિવાર સાથે ઝઘડો કર્યો અને વિદેશ જતા રહ્યા.

App Store

ભાઈ બહેન વચ્ચે વિવાદ થયાનો દાવો

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે વિવાદનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા કૌટુંબિક વિવાદ બાદ વિદેશ ગયા છે. આ આક્ષેપ બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અગાઉ BJPએ કોંગ્રેસના હાંકી કાઢવામાં આવેલા નેતા મોહમ્મદ મુકીમના પત્રનો ઉલ્લેખ કરીને આવો જ દાવો કર્યો હતો.

તેમને મહાત્મા ગાંધી સાથે લેવા દેવા નથીઃ રવનીત સિંહ બિટ્ટુ

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને VB જી રામજી બિલ પર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિશે પૂછતાં તેમણે કહ્યું કે, શું તેમની પાસે વિરોધ કરવા માટે લોકો છે? તેમને મહાત્મા ગાંધી સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકોને તેમના ગાંધી - પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી -, તેમને એ ગાંધીથી તકલીફ છે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.

બાપુ ગાંધી હતા, છે અને રહેશે

લોકો એ ગાંધીને ભૂલી ચૂક્યા છે જે તેમના નામ સાથે જોડાયેલા છે. તેને નકારી ચૂક્યા છે. બાપુ ગાંધી હતા, છે અને રહેશે. રાહુલ ગાંધી ક્યાં છે? હું હમણાં જર્મનીના તેમના ફોટા જોઈ રહ્યો હતો. એક તરફ પ્રધાનમંત્રી છે, જે દેશના કામ માટે દુનિયાભરમાં પ્રવાસ કરે છે. અને આ લોકો છે જે ફક્ત હરવા ફરવા જાય છે.