Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dhruv Rathi's big claim: 'I am Indian, not my detention but kidnapped

VIDEO: ધ્રૂવ રાઠીનો મોટો દાવો: 'હું ભારતીય છું, મારી અટકાયત નહીં પણ અપહરણ થયું હતું

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 CJP ગઈકાલે દેખાવો કરે એ પહેલા જ ધ્રૂવ રાઠીની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે આજે તેમને છોડી દેવામાં આવ્યા જેના બાદ જાણીતા યુટ્યુબર ધ્રૂવ રાઠીએ પહેલો વીડિયો જાહેર કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે પોતાના વિશે ફેલાવવામાં આવતી તમામ અફવાઓને ફગાવી દીધી છે.

App Store

ધ્રૂવ રાઠીનો મોટો ધડાકો

ધ્રૂવ રાઠીએ તેમના વીડિયોમાં પોતાનો પાસપોર્ટ બતાવીને દાવો કર્યો છે કે હું ભારતીય જ નાગરિક છું. મારા વિશે જે પણ અફવાઓ ફેલાવાઈ રહી છે કે હું જર્મન નાગરિક છું તે તદ્દન ખોટું છે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારી અટકાયત નહોતી કરાઈ પરંતુ મારું અપહરણ કરી લેવાયું હતું.ઇતિહાસ વાંચો

મારા ઘરની બહાર 50થી વધુ લોકો સાદા કપડામાં હતા

20થી 25 લોકો મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને હું ઊંઘમાં હતો ત્યારે મને સાથે લઈ ગયા હતા. મારી મમ્મીને તેઓ ધક્કો મારીને મારા બેડરુમ સુધી ઘૂસી આવ્યા હતા. હું આને કિડનેપ જ ગણાવીશ. મને કોઈ વર્દીધારી પોલીસવાળો એની સાથે નહોતો લઈ ગયો. મને તો દેખાવો કરવા સુધી પણ જવા ન દીધો. તેઓ મને બેડરુમથી ઢસડીને લઈ ગયા હતા. મને ચંપલ પહેરવાની તક પણ નહોતી આપી. મને જીપમાં બેસાડીએ એકથી બીજા પોલીસ સ્ટેશને ફેરવતા રહ્યા અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. મને વકીલને પણ મળવા ન દીધા. આ લોકોએ મને 22-23 કલાક સુધી હેરાન કર્યો.